Sub Categories

ગુજરાતી રમુજ :
બા: મેં આજે ટોકીઝ માં “પા” પિક્ચર જોયું .
બાપુ: ગઈ તી તો આખું જોઈ ને જ આવવું હતું ને..



પતી… “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!”

🤷🏼‍♀પત્ની….“કેમ? હું તમને જાડી લાગુ છું?’

💁🏻‍♂પતી… “ અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય”

🤷🏼‍♀પત્ની…. “ તમને હું માંદિ લાગુ છું??”

💁🏻‍♂પતી… “ તારે ન આવવું હો તો પડી રહે!!

🤦🏼‍♀પત્ની…. “એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!”

🙆🏻‍♂પતી… “રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!

🙎🏼‍♀પત્ની…. “ હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!

🤦🏻‍♂પતી… “ જો મેં એવું નથી કહ્યું!!”

🙍🏼‍♀પત્ની…. “ એટલે હું ખોટું બોલું છું એમ ને?”

🧟‍♂પતી… “ મગજની નસ ખેચવાની રેવા દેને!!’

🙅🏼‍♀પત્ની…. “ મને કચકચણી કહો છો?

🤦🏻‍♂પતી… “એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!”

🤷🏼‍♀પત્ની…. ‘જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!

🚶🏼‍♂પતી… “ હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!”

🤷🏼‍♀પત્ની…. “ મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!”

🙆🏻‍♂પતી… “ રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!”

🧟‍♀પત્ની…. “ જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!”

🤷🏼‍♀🙇🏻‍♂આને ક્યા પોગવું?

*સ્કૂલ વાળી…* નમણી હોઈ છે. 😇
*કોલેજ વાળી…* જોરદાર હોય છે.😋
*બાજુ વાળી…* કડક હોય છે.😁
*ઑફિસ વાળી…* મીઠી હોય છે.☺
*ઘર વાળી…* ફિક્કી હોય છે.😒
*હોટલ વાળી…* મસ્ત હોય છે.😉
*ફાઈવ-સ્ટાર વાળી…* મોંઘી હોય છે.🤩
પણ એક વાત છે યાર…

*…ચા*☕ એટલે *ચા…*😊 એના વગર ચાલે જ નહીં.

😂 *ખબર નઈ શું-શું વિચાર્યું હશે તમે…*

મેસેજ જૂઓ જરા કે…કોઈ *સંસ્કારી* એ મોકલ્યો છે…

🙄🙄 *વિચાર બદલો તો દેશ બદલાશે…*

બાકી એકલો મોદી બિચારો શું-શું બદલશે…😝😝

ક્યારેય ના સાંભળેલી વાતો​ very important for Gk

➖ભારત માં ૯૫% લોકો દૂધ નથી પીતા.

➖ યુ.કે. માં હજુ સુધી જુડવા કોઈ જન્મ્યું જ નથી.

➖નેપાલ માં ટાઈગર માણસો સાથે સુવે છે.

➖સાપ ને અગર હવા માં ઘા કરીએ તો એ ૧૦ મીનીટ સુધી ઉડી શકે છે.

➖ઝીબ્રા ને દિલ જ નથી હોતું.

➖વાંદરાવ ચાઈનીઝ ભાષા સમજી શકે છે.

➖હાથી ની પુછ્ડી ના ૧ વાળ થી દિવસ માં ૩ વખત મોબાઈલ ની બેટરી ચાર્જ થઇ શકે છે.

આ બધા લખેલા પોઈન્ટ તદન ખોટા છે

શાંતી થી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

😁બાકી થાય ઈ કરી લેવુ🙋 😁


ગુજરાતી રમુજ :
દારૂના લીધે બરબાદ થયેલ બાપુએ કસમ ખાધી,
ને ઘરમાંથી દારૂની ખાલી બોટલો ફેકવા લાગ્યા,
પેલી ફેકી ને બોલ્યા – તારા લીધે મારી નોકરી ગયી
બીજી ફેકી – તારા લીધે મારું ઘર ગયું,
ત્રીજી ફેકી – તારા લીધે મારું બૈરું ગ્યું,
ચોથી ભરેલી નીકળી,
તો કહે – તું સાઈડમાં આવી જા આમાં તારો કઈ વાંક નથી

ગુજરાતી રમુજ :
બાપુ હોટલ મેનેજરને ગુસ્સેથી:- આવડી નાની ઓરડી? એમાં એક ટેબલ, એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા ? અમને લુંટવા બેઠા છો?
હોટલ મેનેજર:- ખમ્મા બાપુ ખમ્મા ” રૂમ જોવાનો હજી બાકી છે આતો લીફ્ટ છે”


ગુજરાતી રમુજ :
બાપુ બીડી પિતા હતા..
મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે


ગુજરાતી રમુજ :
બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ- ‘ગુગલ બા’
બાપુ- કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.

ગુજરાતી રમુજ :
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું.

જો
પૃથ્વી ઉપર તમારું વજન 100 કિલો છે
તો મંગળ ગ્રહ ઉપર 38 કિલો હશે..
અને ચંદ્ર ઉપર તો માત્ર 16.6 કિલો

મતલબ કે
તમે જાડા જરાય નથી..
ફક્ત ખોટા ગ્રહ ઉપર આવી ગયા છો

તો ભોજન નહીં, ગ્રહ બદલો

*ઈસરો દ્વારા જન હિતમાં જારી*


ગુજરાતી રમુજ :
બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”
ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”
બાપુ- “જય માતાજી”


ગુજરાતી રમુજ :
પોલીસ: “અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે”
બાપુ: “હે ??????”
થોડી વાર વિચાર્યું પછી…. “તો હાલો ગરબા ચાલુ કરો”

ગુજરાતી રમુજ :
બાપુ: “ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?”
ડોક્ટર: “ચોક્કસ, સો ટકા”
બાપુ: “તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો”


ગુજરાતી રમુજ :
બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: “ટાકા લેવા પડશે.”
બાપુ: “કેટલા રૂપિયા થશે?”
ડોક્ટર: “૩૦૦૦”
બાપુ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.”

ગુજરાતી રમુજ :
બાપુ એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.
બાપુ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને કરત.

ગુજરાતી રમુજ :
એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,
ઓફિસર – નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ – હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?